Enter your keyword

post

LETTER FROM FRIEND OF SCHOOL POET SHREE ANKIT TRIVEDI

LETTER FROM FRIEND OF SCHOOL POET SHREE ANKIT TRIVEDI

વહાલા વિદ્યાર્થીઓ,
જય ગુજરાત….
મઝામાં હશો / રહેશો.
લોકડાઉનના આ સમયમાં તમે રોજ શું કરો છો?
તમારા હસ્તાક્ષરમાં લખીને જણાવશો?
મારી લાગણી તમારા સુધી પહોચાડવા માંગુ છું.
કાર્ટૂન નેટવર્ક જોવામાં સમય ન વેડફશો. રોજ આપણા પુસ્તકો વાંચજો. કલાક મૌન રહેજો, સેવા-પૂજામાં સમય વિતાવજો. વડીલો પાસે બેસીને એમની વાતો સાંભળજો. તમારી વિચાર સરણીને આકાર આપજો. આ વિચાર સરણીને આકાર? આ વળી શું? – તમે શું બનવા માંગો છો- એને સમજવાનો અને સમજાવવાનો આ ઉત્તમ તબક્કો છે. હા, રોજ તમારું કામ જાતે કરીને ઘરનાને મદદ અને આપણું શરીર તંદૂરસ્થ રાખવાનો આ સમય છે. ગીતા વાંચજો ન સમજાય તો પણ વાંચજો. બની શકે તો ટીવી જોવાનું ટાળજો. આપણે સમાજને નવી રાહ ચીંધવાની છે. એમાં આપણે આપણને જ નડતરરૂપ નથી થવાનું ! ગાંધીજી અને સરદાર પટેલના પુસ્તકો વાંચજો. તમારા અક્ષરમાં તમારી આસપાસ બનતી ઘટનાઓને લખજો.
દિવસ અને રાત…
શુભ ગુજરાત….
અંકિત ત્રિવેદી

તમારા વિચારો info@nachiketaschoolingsystem.org પર મોકલો સીધા મને મળશે…….